હળવદ : ચેક રીટર્નના બે કેસમાં સજા ઉપરાંત બે ગણી રકમ ચુકવવા કોર્ટનો આદેશ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        હળવદ માર્કેટિંગ યાર્ડના ચર્ચાસ્પદ કેસમાં અંશ એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાઈટર અશોકભાઈ બાપોદરીયાને ચેક રીટર્નના બે કેસમાં એક વર્ષની સાદી કેદની સજા અને બે ગણી રકમ વળતર પેટે ચુકવવા હળવદ કોર્ટે હુકમ કર્યો છે

        ફરિયાદી પ્રજાપતિ ટ્રેડીંગ કું ના મનસુખભાઈ ઓધડભાઈ પ્રજાપતિ દુકાન નં ૧૪૩ માર્કેટિંગ યાર્ડ હળવદ વાળાએ અંશ એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાઈટર અશોકભાઈ ગાંડાલાલ બાપોદરીયાને ખેત ઉત્પાદનની ચીજવસ્તુનું વેચાણ કરેલ હોય જેના બાકી લેણા પેટે રૂ ૨૧,૬૮,૦૧૫ રૂપિયાનો ચેક રીટર્ન થતા મનસુખભાઈ ઓધડભાઈએ હળવદ કોર્ટમાં નેગોશીયબલ ઇન્સટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ અને ૧૪૨ મુજબ ફરિયાદ કરેલ હતી બીજા કેસની હકીકત મુજબ ફરિયાદી કોઠારી કૃપાલ અનીલકુમાર દુકાન નં ૮૫ માર્કેટિંગ યાર્ડ હળવદ વાળાએ અંશ એન્ટરપ્રાઈઝના અશોકભાઈ બાપોદરિયા સામે ૧૮,૭૫,૮૪૬ ચેક રીટર્ન કેસમાં ફરિયાદ કરી હતી

        બંને કેસ હળવદના મહે. પ્રી.એડી. જ્યું. મેજી.ની કોર્ટમાં ચાલી જતા દસ્તાવેજી પુરાવો અને મૌખિક પુરાવા અને આર્પોઈ તરફે દસ્તાવેજી પુરાવા ઉપરાંત સાહેદ રણછોડભાઈ લાલજીભાઈ તેમજ આરોપી તરફે વકીલી ડી એચ પંડ્યાની દલીલોને પગલે ફરિયાદી પ્રજાપતિ ટ્રેડીંગ કું ના મનસુખભાઈ ઓધડભાઈ પ્રજાપતિ કેસમાં આરોપી અંશ એન્ટરપ્રાઈઝના અશોકભાઈને ૧૨ માસની સાદી કેદ અને બે ગણી રકમ રૂ ૪૩,૩૬,૦૩૦ ચુકવવા આદેશ કર્યો છે તેમજ ફરિયાદી કોઠારી કૃપાલના કેસમાં અંશ એન્ટરપ્રાઈઝના અશોકભાઈને ૧૨ માસની સાદી કેદ અને બે ગણી રકમ રૂ ૩૭,૫૧,૬૯૨ રૂ ચુકવવા કોર્ટે હુકમ કર્યો છે  

Comments
Loading...
WhatsApp chat