


મળતી વિગતો મુજબ હળવદના વેગડવાવ પાસેથી રાત્રીના સમયે અબોલા પશુના કતલખાને લઈ જવાની માહિતી બજરંગ દળ અને વી.એચ.પી.ના કાર્યકરોને મળતી હતી જેના આધરે તે વોચમ હતા જેમાં એક મારુતિ વેન શકાસ્પદ હાલતમાં નીકળતા તેને ચેક કરતા તેમાં ૨૧ ઘેટા બકરા મળી આવ્યા હતા અને આ પશુઓને વાંકાનેર લઇ જતા હતા સામાજિક સંસ્થાના કાર્યકરો પોલીસ ને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી અને કારમાં સવાર બીપીન કોળી અને મોહમદ કુરેશી ની અટક કરી અને ખરેખર આ અબોલ પશુને ક્યાં લઇ જવાતા હતા તેની વધુ તપાસ હળવદ પોલીસના મનુભાઈ ડાંગર ચલાવી રહ્યા છે