હળવદનું ભવાનીનગર અનેક સમસ્યાથી ઘેરાયેલું

હળવદના વોર્ડ નંબર સાતનો વિસ્તાર ભવાનીનગર જાણે હજુ 18મી સદીમાં જીવતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ વિસ્તારમાં કોઈ જ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નથી.હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં જયાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા અને ભરાયેલા દૂષિત પાણી જોવા મળે છે ત્યારે આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તેવી ભીતિ સર્જાઈ છે. તદ્દઉપરાંત ભવાનીનગર  રોડ, પાણી, લાઇટ સહિતની સમસ્યાથી ઘેરાયેલું છે ત્યારે સ્થાનિક રહીશોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. તો સાથોસાથ નગરપાલીકા દ્વારા ગટરલાઇન નાખવામાં આવી છે તેમાં હજુ જોડાણ આપવામાં પાલીકા તંત્ર ઠાગાઠૈયા કરે છે અને રામદેવનગરમાં ગટરલાઇનો વગર જોડાણે વરસાદી પાણીથી ઉભરાઈ રહી છે.ભવાનીનગર વિસ્તારમાં ઠેરઠેર ઉકરડા, ભરાયેલા દૂષિત પાણી અને ગંદકીનુ સામ્રાજ્ય જોવા મળે છે ત્યારે વોર્ડ નંબર સાતના રહીશોને સુખાકારી સુવિધાઓ કયારે મળશે તેવી પાલીકા પાસે આશ લગાવી બેઠું છે અને પાલીકા તંત્ર કોઈ કામગીરીમાં રસ નથી દાખવતુ અને માત્ર ઠાલા વચનો આપીને આંખ આડા કાન કરે છે. આ બાબતે નગરપાલિકાના અધિકારીઓ આગામી  આઠ દિવસમાં કોઈ પગલાં નહી ભરે તો ભવાનીનગરના રહીશો પાલિકાનું ઘેરાવ કરી ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચિમકી ઉચ્ચારી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat