


હળવદ રોટરી કલબ ઓફ હળવદ દ્વારા પંચાસરી વાડી વિસ્તારની સ્કૂલમાં એકાવન વિધાર્થીઓને વિનામૂલ્યે સ્કૂલ યુનિફોર્મ આપવામાં આવ્યા હતા. હળવદ સ્કૂલમાં ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે .જે બધા વાડીના માં મજૂરી કરતા શ્રમિકોના બાળકો છે. જેઓ યુનિફોર્મ વગર અભ્યાસ કરવા આવતા હતા . તેવું સ્કૂલ ના આચાર્ય મારફતે જાણવા મલતા રોટરીએ બધા ને યુનિફોર્મ બનાવડાવી આપ્યા હતા. આ પ્રોજેકટમાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષક સંઘ ના પ્રમુખ પ્રવીણભાઈ ધોળું ખાસ હાજર રહ્યા હતા. આ પ્રોજેક્ટનું ડોનેશન વહેપારી મહા મંડળ ના પ્રમુખ તથા રોટેરિયન ગોપાલભાઈ ઠક્કર તરફથી આપવામાં આવ્યું હતું. આ પ્રોજેકટ માં રોટરી સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા ,વાઈસ પ્રેસીડન્ટ અરવિંદભાઈ પટેલ, ગોપાલભાઈ ઠક્કર, વાસુદેવભાઈ પટેલ, ગજેન્દ્રભાઈ મોરડીયા ,આર. સી.સી. કલબ પ્રેસિડેન્ટ ચંદુભાઈ વૈષ્ણવ સેક્રેટરી એ. જી. રાવલ ઇનરવિલ કલબ પ્રેસિડેન્ટ જયશ્રીબેન પટેલ અને સભ્યો રોટરેક્ટ ક્લબ પ્રેસિડેન્ટ મહિપાલસિંહ જાડેજા સેક્રેટરી રજની અઘારા હાજર રહયા હતા. આ પ્રોજેકટ ને આચાર્ય ગજેન્દ્રભાઈ મોરડીયા અને સ્ટાફે સફળ બનાવ્યો હતો.