જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મોરબીના નવ નિયુક્ત કલેકટરની શુભેચ્છા મુલાકાત.

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આઈ.એ.એસ. કેડરની બદલીઓ કરવામાં આવેલ.મોરબીના કલેકટર આઈ.કે.પટેલની બદલી થતા મોરબી કલેક્ટર તરીકે આર.જે.માકડીયાની નિયુક્તિ થયેલ છે. તેમણે મોરબી કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબી દ્વારા તેમની મુલાકાત લઈ સ્વાગત શુભેચ્છા પાઠવવામાં આવી હતી.આ શુભેચ્છા મુલાકાતમાં જિલ્લા પ્રા.શિ. સંઘના પ્રમુખ મણીલાલ વી.સરડવા,રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના કારોબારી પ્રતિનિધિ ખંતિલભાઈ દલસાણીયા,મોરબી ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અશ્વિનભાઈ દલસાણીયા,મોરબી શહેર સંઘના મહામંત્રી શિવલાલ ભાઈ કાવર તેમજ સંઘ પ્રતિનિધિ દિનેશભાઈ મહેતા ઉપસ્થિત રહયાં હતા.

જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અને શિક્ષક પરિવાર વતી કલેક્ટરનું સ્વાગત કરીને શુભેચ્છા પાઠવી હતી.આ તકે અધિક કલેકટર કેતનભાઈ જોશી પણ ઉપસ્થિત રહયાં. જિલ્લા સંઘના સંગઠનાત્મક અને રચનાત્મક કાર્યો વિશે જાણી કલેકટર દ્વારા જિલ્લા સંગઠનને પ્રેરણા અને પ્રશંસા પૂરી પાડવામાં આવી હતી.મોરબીમાં ટીચર્સ 108 ની રચના અને તેની કાર્યશૈલીને બિરદાવી હતી તો ટૂંક સમયમાં જ શિક્ષક સંગઠન સાથે બેઠક યોજવાની કલેકટરએ ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

Comments
Loading...
WhatsApp chat