મોરબીના સિરામિક ઉદ્યોગને ફટકો : અખાતના દેશો એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવાની ફિરાકમાં

મોરબીના સિરામિક ઉદ્યોગ માટે મોટું માર્કેટ છે અખાતના દેશો

મોરબીનો સિરામિક ઉદ્યોગ અખાતના દેશો ઉપરાંત યુરોપ અને અમેરિકાના દેશો સાથે વેપાર કરે છે જોકે તાજેતરમાં અખાતના દેશોની સમિતિએ મોરબીના ટાઈલ્સ ઉત્પાદનો પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવાની હિલચાલ આદરી છે અને જો એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવે તો મોરબીના સિરામિક ઉદ્યોગને માઠી અસરો પહોંચી સકે છે

અખાતના દેશોની ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સીલ (જીસીસી) ભારતીય ટાઈલ્સ ઉપર ૧૫ ટકા એન્ટી ડમ્પીંગ ડયુટી લાદવા માટે વિચારણા કરી રહ્યા છે બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબીયા અને યુએઈ સહિતના દેશોનો અખાતના દેશોમાં સમાવેશ થાય છે. ડાયેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કાઉન્સીલ ૫ મી જાન્યુઆરી સુધીમાં ડયુટી અંગે અંતિમ નિર્ણય લઈ લેશે.

સાઉદી સિરામીક કંપની અને અન્ય અખાત અને સાઉદીની કંપનીઓએ જીસીસીને એવી ફરીયાદ કરી હતી કે, આંતરરાષ્ટ્રીય વેપારમાં નુકશાન થાય તેવી પ્રવૃતિઓ થઈ રહી છે. આ ફરીયાદો હજુ તપાસ હેઠળ છે. ભારત બે સ્કીમો હેઠળ ટાઈલ્સના નિકાસકારોને ઈન્સેન્ટીવ આપે છે. અખાતની કંપનીઓ માને છે કે આ સ્કીમો એકસ્પોર્ટ ઉપર ભારેખમ સબસીડી લાવી રહી છે. ફોરેન ટ્રેડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૦૧૭-૧૮માં મોરબી સિરામીક કલસ્ટર હેઠળ રૂ. ૮૦૦૦ કરોડની નિકાસ કરવામાં આવી હતી. જે ચાલુ નાણાકીય વર્ષના અંતે વધીને ૧૦,૦૦૦ કરોડ થવાની સંભાવના છે.

મોરબીમાં મોટાપાયે સિરામિક ટાઈલ્સનું ઉત્પાદન થાય છે જે ઉત્પાદનના ૩૦ ટકાથી વધુ નિકાસ અખાતના દેશોમાં કરવામાં આવે છે ત્યારે જો એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવે તો મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો પડી સકે છે તેવું સિરામિક ઉદ્યોગના નિષ્ણાંતો માની રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat