ગુજરાતનું ગૌરવ : હળવદના બી.કે.આહીરને કામધેનું એવોર્ડ-૫ લાખનો ચેક એનાયત

કેન્દ્રીય કૃષિ મંત્રીના હસ્તે દિલ્હીમાં એવોર્ડ એનાયત કરાયો

 

        ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા ગૌસંવર્ધન સંરક્ષણ વૈજ્ઞાનિક પદ્ધતિની સંવર્ધન સંરક્ષણના માધ્યમથી સારી નસ્લો પેન્ડીંગ કરતી ગીર સંવર્ધન શુદ્ધ ઉચ્ચ સ્તરીય ગૌ સંવર્ધન નિર્માણ કરી ગૌવંશના વિકાસ માટે ગુજરાતમાંથી મોરબી જીલ્લાના હળવદ પુરુષાર્થ ગૌશાળાના બી.કે. આહીરને કામધેનું રાષ્ટ્રીય એવોર્ડ ૨૦૧૮ અને ૫ લાખ રૂપિયા રોકડ પુરસ્કાર મળતા સમગ્ર ગુજરાત અને હળવદ તેમજ આહીર સમાજનું ગૌરવ વધાર્યું છે.

        ભારત સરકારના કૃષિ મંત્રાલય તરફથી દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રી, સચિવ કૃષિ કિશાન પશુપાલનના અધ્યક્ષસ્થાને દિલ્હી ખાતે યોજાયેલ વિવિધ ૬૫ જેટલા ભારતભરમાંથી એવોર્ડ એનાયત કરાયા હતા જેમાં હળવદ પુરુષાર્થ ગૌશાળાના પ્રગતિશીલ અને કાર્યશીલ ખેડૂત બોઘાભાઈ કાનાભાઈ આહીર જેઓ હાલમાં પુરુષાર્થ ગૌશાળાના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવે છે તેમણે કામધેનું રાષ્ટ્રીય એવોર્ડ ૨૦૧૮ અને ૫ લાખ રૂપિયા રોકડા ભારત સરકારના કૃષિ મંત્રી કૃષ્ણરાજ સચિવ દેવેન્દ્ર ચૌધરીના હસ્તે એનાયત કરાતા સમગ્ર ગુજરાત અને હળવદનું નામ રોશન કર્યું છે.

        અત્યાર સુધીમાં ગૌ સંવર્ધન સંરક્ષણ તેમજ વિવિધ ક્ષેત્રે ૧૫ જેટલા એવોર્ડ મેળવી ચુક્યા છે બી.કે.આહિરે જણાવ્યું હતું કે રોડ પર રખડતી ગાયોની દફોડી હાલત જોઇને ભારતની નંબર ૧ વિશ્વ વિખ્યાત ગીર ગાય છે કામધેનુંનું શ્રેષ્ઠ સંવર્ધન માધ્યમથી પ્રસ્થાપિત કરવા ગૌવંશ બચાવવા પુરુષાર્થ ગૌશાળાના માધ્યમથી ગૌશાળામાં ગીર ગૌવંશનો ઉછેર કરાય છે. જુદી જુદી પ્રકારની ૧૦૦ થી વધુ ગૌવંશ નો ઉછેર ગૌશાળામાં ચાલે છે. ૧૮ જેટલા નંદીઓ તૈયાર છે.

        આ ગૌશાળામાં પુનમ નામનો ખુંટ પશુ પ્રદર્શન હરીફાઈમાં ૨૦૧૫, ૨૦૧૬ ચેમ્પિયન ઓફ શો માં તરણેતર મેળામાં ગુજરાત સરકાર તરફથી પ્રથમ એવોર્ડ મેળવી ચુક્યો છે. ગીર ગાયની નસ્લ ધરાવતો પુનમ ૧૧ લાખ રૂપિયામાં અષ્ટ રામ ગૌશાળા ગોકુલ સંવર્ધનના હેતુથી આપવામાં આવ્યો છે. ગુજરાતના તમામ ગાયો પાલકને એક મંચ પર સૌપ્રથમ વાર ગીર બ્રીડ એસોસીએશનના પ્રમુખ બી.કે.આહિરે સૌપ્રથમવાર વાસણભાઈ આહીર, બાબુભાઈ બોખીરીયા, જયંતીભાઈ કવાડીયાના અધ્યક્ષસ્થાને એક કરી ગુજરાત પશુપાલનના વૈજ્ઞાનિકો દ્વારા સમજણ આપી હતી.

        કામધેનું એવોર્ડ પ્રથમ પુરુષાર્થ ગૌશાળા હળવદ, સ્વામીનારાયણ સંસ્થા ગાંધીનગર, સ્વામીનારાયણ સંસ્થા કુંડરૂ આ પ્રસંગે કામધેનું ચિન્મય દયાનંદ સ્વામી પંજાબ સોનગઢના મહંત ઈશ્વવર બાપુ, રાજુભાઈ ભગત સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat