અંબાજીમાં આજે ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા રાજકીય કારકિર્દી ઘડતર શિબિર યોજાઈ




વિધાનસભાની ચૂંટણી નજીક આવતા સમગ્ર ગુજરાતભરમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેને પગલે આજે અંબાજી ખાતે ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા રાજકીય કારકિર્દી ઘડતર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ પ્રજાપતિ સમાજની પ્રથમ રાજકીય કારકિર્દી ઘડતર શિબિર હતી અને તેમાં ગુજરાતભરમાં પ્રજાપતિ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આજે અંબાજી ખાતે ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા રાજકીય કારકિર્દી ઘડતર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં અતિથિ પદે રજનીભાઇ પટેલ,પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ મહામંત્રી વાઘજીભાઇ પ્રજાપતિ,પ્રદેશ કનવીનર, પીપળી ગામના મહંત અનિલભાઈ પ્રજાપતિ,બિપીનભાઈ પ્રજાપતિ,યુવા પ્રભારી પ્રદેશ કનવીનર,સુરેશભાઈ પ્રજાપતિ,કાંતિલાલ કણસાગરા,જીતુભાઈ પ્રજાપતિ, શાહુલભાઈ અંદોદરિયા,હર્ષદભાઈ વામજા વગેરે સૌરાષ્ટ્રના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં.
તેમજ રાજ્ય સભાના સાંસદ દિનેશભાઈ અનાવડીયા,રજનીભાઇ પટેલ પ્રજાપતિ સમાજની પહેલી શિબિરમાં હાજર રહ્યાં હતાં. પ્રજાપતિ સમાજ ખૂલ્લીને ભાજપને સમર્થન આપ્યું છે.આ શિબિરમાં ગુજરાતભરના પ્રજાપતિ સમાજના આગેવાનોએ ભાગ લીધો હતો.

