


ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી આગામી ૨ મે ના રોજ મોરબી શહેરની મુલાકાતે આવશે જ્યાં મોરબીમાં તેઓ બાઈક રેલીમાં જોડાયા બાદ કાર્યકરોને સંબોધન કરશે
પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે અમિત ચાવડાએ કાર્યભાર સાંભળ્યા બાદ તેઓ સંગઠનને મજબુત બનાવવા કાર્યરત બન્યા છે અને આગામી લોકસભા ચુંટણીને ધ્યાને લઈને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી તા. ૨ મેં ના રોજ મોરબી આવશે.
બપોરે સર્કીટ હાઉસથી બાઈક રેલી યોજાશે જે રેલી શનાળા બાયપાસ ખાતેના એપોલો હોલ ખાતે પૂર્ણ કરાશે અને હોલ ખાતે જીલ્લા કોંગ્રેસ, શહેર કોંગ્રેસના હોદેદારો, કાર્યકરો, તમામ સમિતિ અને સેલના પ્રમુખો, ચૂંટાયેલા સદસ્યો સહિતના ઉપસ્થિત રહેશે જેને બંને નેતાઓ સંબોધન કરશે

