ગુજરાત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજી વિશે શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ગુજરાત સરકાર માહિતી નિયામકની કચેરી દ્વારા એક શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોર્ટ ફિલ્મ સ્પર્ધાનો વિષય ‘ગાંધીજી‘ રાખવામાં આવ્યો છે. કુલ ચાર કેટેગરીમાં (૧) પ્રોફેશનલ ફિલ્મ મેકર્સ (૨) અમેચ્યોર ફિલ્મ મેકર્સ (૩) સ્કૂલ-કોલેજ સ્ટુડન્ટ (૪) માહિતી ખાતાના પેનલ પરના પ્રોડયુસર ભાગ લઇ શકશે. વિજેતાને પ્રથમ ક્રમે રૂા ૨,૦૦,૦૦૦/-, દ્વિતિય ક્રમે રૂા ૧,૦૦,૦૦૦/-, તૃતિય ક્રમે રૂા ૫૦,૦૦૦/- અને દરેક કેટેગરીમાં સ્પેશિયલ જયુરી એવોર્ડના રૂા ૫૦,૦૦૦/- ના ત્રણ પુરસ્કાર આપવામાં આવશે.

આ શોર્ટ ફિલ્મની અવધિ લધુતમ ૧ મિનિટ અને મહતમ ૨ મિનિટની જ રાખવામાં આવી છે. શોર્ટ ફિલ્મ મોકલવાની છેલ્લી તા.૨૫-૧૦-૨૦૧૯ સુધીની જ છે. આ શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ફિલ્મ સર્જકો માટે નિયત ફોર્મ, બાંહેધરી પત્રક અને માર્ગદર્શિકા www.gujaratinformation.net ઉપર ઉપલબ્ધ છે.
