

રાજ્યના આર.ટી.આઈ કાર્યકર સોલંકી રજનીકાંત દ્વારા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીને લેખિત પત્ર પાઠવીને જણાવ્યું છે કે ગુજરાતમાં ભાજપના શાસનમાં અનુસુચિત જાતિના લોકોને અન્યાય થયો છે. ચુંટણી સમયે આપવામાં આવેલા વચનો ચુંટણી પૂરી થતા જ ભૂલી જવામાં આવે છે. આવો સંકલ્પ ભાજપ દ્વારા ૨૦૧૨ વિધાનસભાની ચુંટણીઓ સમયે દલિતોના વોટ લેવા માટે કરવામાં આવ્યો હતો જે મુજબ અનુસુચિત જાતિને વધુમાં વધુ ૨ એકર જમીન ખરીદવા માટે નિયમોમાં છૂટ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું પરંતુ શાસનને પાંચ વર્ષ પૂર્ણ થયા છતાં સંકલ્પ પૂરો કરવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.અનુસુચિત જાતિના લોકોને જમીન ખરીદવાની છૂટ આપવાથી સરકારી તિજોરી પર કોઈ આર્થિક બોજો પડતો નથી આ બાબતે અગાઉ રજૂઆત કરીને ધ્યાન દોરવામાં આવેલ છતાં આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી જેથી આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક યોગ્ય પગલા ભરવાની માંગ કરવામાં આવી છે.