Billboard ad 1150*250 Billboard ad 1150*250

મારૂ મોરબી સ્વસ્થ મોરબી અભિયાન અંતર્ગત શાળાના બાળકોને માર્ગદર્શન

મારૂ મોરબી સ્વસ્થ મોરબી અભિયાન અંતર્ગત શાળાના બાળકોને સ્વસ્થ રહેવા માટે કઈ કઈ બાબતની કાળજી રાખવી તેનું માર્ગદર્શન આપવા માટે નેચરોપથી શિબિર યોજવામાં આવી હતી જેમાં શાળાના બાળકોને નિર્દેશન દ્વારા જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી

શાળાના બાળકોમાં આરોગ્ય જાગૃતિ માટે મારૂ મોરબી સ્વસ્થ મોરબી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં નેચરોપેથ ડો.જગદીશભાઈ ગજજર દ્વારા કાર્યક્રમનું નિદર્શન આપવામાં આવ્યું હતું જેમાં શહેરની નીલકંઠ વિદ્યાલય, વી સી હાઈસ્કૂલ, ઓમશાંતિ ગુજરાતી / અંગ્રેજી મીડિયમ ઉપરાંત વીરપર નજીકની ઓમ શાંતિ વિદ્યાલય, તપોવન વિદ્યાલય, નાલંદા વિદ્યાલય અને નવયુગ વિદ્યાલયમાં નેચરોપથી શિબિર યોજવામાં આવી હતી

મારૂ મોરબી સ્વસ્થ મોરબી અભિયાન અંતર્ગત સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નેચરોપથી શિબિર જેમાં પીવાના પાણીની ગુણવત્તા તથા અને ઠંડાપીણાથી થતા નુકશાન અને આ અંગે પ્રાયોગિક નિર્દેશન કરવામાં આવ્યા હતા સાથે જ જંકફૂડથી થતા નુકસાન અને રોગો વિશેની માહિતી આપવામાં આવી હતી મોરબીને સ્વસ્થ બનાવવા માટે શાળાના બાળકો આરોગ્ય અને તંદુરસ્તી પ્રત્યે સભાન બને તો સ્વસ્થ મોરબીના સંકલ્પને સાકાર કરી શકાશે જેથી શાળામાં શિબિર યોજી માર્ગદર્શન અને પ્રેરણા આપવામાં આવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat