મોરબીની સિવિલ હોસ્પિટલ અને સબ જેલમાં નાટક દ્વારા માનસિક રોગો અંગે માર્ગદર્શન

150 દર્દી અને 250 જેટલા કેદીઓએ લીધો જાગૃતિ કાર્યક્રમનો લાભ

સિવિલ હોસ્પિટલ અને ISD ફાઉન્ડેશનના સહયોગથી મોરબી સિવિલ હોસ્પિટલ અને સબ જેલમાં માનસિક આરોગ્યને લગતા નાટકના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં નાટકના માધ્યમથી સબ જેલના કેદીઓને માનસિક રોગો વિશે માહિતી આપવામાં આવેલ હતી નાટકના ભાગરૂપે કોમેડી સાથે માનસિક રોગોની વિસ્તૃતમાં માહિતી આપેલ જે કાર્યક્રમનો 250 જેટલા કેદીઓ અને હોસ્પિટલમાં 150 દર્દી અને તેના સગાસબંધી ઓ એ લાભ લીધો હતો

જે કાર્યક્રમ સાથે પ્રશ્નોતરીનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં કેદીઓએ પોતાના અંગત જીવન વિસે મન ખોલીને વાત કરી હતી પોતાના ઘર કંકાસ અને વેવારીક પ્રશ્નોના નિરાકરણ માટે સલાહ સૂચન મેળવ્યા હતા જેમાં વ્યસન મુક્તિ છોડવા માટે સુ કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ આ કાર્યક્રમ માં સબ જેલના સ્ટાફનો સહયોગ મળેલ હતો તથા આ પ્રોગ્રામમાં સિવિલ હોસ્પિટલના સ્ટાફ જયશ્રીબેન (DPC) અને ર્ડો. અલ્પાબેન મહેતા .હિતેશભાઈ અને ISD ના સ્ટાફ જાડેજા દિલીપસિંહ હાજર રહ્યા હતા

Comments
Loading...
WhatsApp chat