મોરબીમાં રવિવારે GPSC વર્ગ ૧-૨ ના ઉમેદવારો માટે માર્ગદર્શન સેમીનાર

મોરબી જીલ્લાના જીએસપીસીના ઉમેદવારો માટે તા. ૧૯ ને રવિવારના રોજ ઉમા હોલ રવાપર રોડ મોરબી ખાતે સાંજે ૦૪ થી ૦૬ : ૩૦ કલાક દરમિયાન જીએસપીસી વર્ગ ૧ અને ૨ ના ઉમેદવારો માટે માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવશે

મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા પોલીસ દ્વારા આગામી તા. ૨૪ ઓગસ્ટથી જીપીએસસી પ્રિલિમ્સ માટે સંપૂર્ણ અભ્યાસનું ફ્રી કોચિંગ શરુ કરવામાં આવશે તેમજ જીએસપીસીના ઉમેદવારોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી રવિવારે સાંજે માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવનાર છે જે સેમીનારમાં રાજકોટના ડેપ્યુટી કલેકટર આશિષભાઈ મિયાત્રા અને રાજકોટણા ડેપ્યુટી કલેકટર મેહુલભાઈ બરાસરા વક્તા તરીકે ઉપસ્થિત રહેશે

સેમીનારમાં જીપીએસસીના બદલાયેલા પરિરૂપ વિષે ચિંતન, પ્રીલીમીનરી પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમનું માર્ગદર્શન અને દરેક ટોપિક માટે સચોટ વાંચન સાહિત્ય વિષે સૂચનો આપશે રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નં ૮૦૦૦૨ ૭૮૯૧૦ પર સંપર્ક કરવા અને સેમીનારનો યુવાનોએ લાભ લેવા જીલ્લા પોલીસવડાએ અનુરોધ કર્યો છે

Comments
Loading...
WhatsApp chat