Billboard ad 1150*250

વાલીઓ આનંદો : મોરબીની સેન્ટમેરી સ્કૂલે વધુ વસુલ કરેલી ફી પરત કરશે

0 77
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

FRC એ નક્કી કરેલ ફી કરતા લીધી હતી વધુ ફી

        રાજ્ય સરકારે ખાનગી શાળાઓ માટે ફી રેગ્યુલેશન કમિટી બનાવવામાં આવી છે અને ફીના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે ત્યારે ગત વર્ષે મોરબીની સેન્ટ મેરી સ્કૂલ દ્વારા લેવામાં આવેલી વધારાની ફી શાળા દ્વારા પરત કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે

        મોરબીની સેન્ટ મેરી સ્કૂલના સંચાલકો દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ પાસેથી ફી નિર્ધારણ કમિટી દ્વારા નક્કી કરેલ ફી કરતા વધુ ફી લેવામાં આવી હોય જે પરત આપવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે જેમાં તા. ૨૩ થી ૩૧ જુલાઈ સુધી અલગ અલગ ધોરણ પ્રમાણે ફી પરત આપવામાં આવી રહી છે ફી રેગ્યુલેશન કમિટી દ્વારા પ્રાથમિક માટે ૧૫ હજાર રૂપિયા, માધ્યમિક માટે ૨૫ હજાર અને ઉચ્ચતર માધ્યમિક માટે ૨૭,૫૦૦ ફીના સ્લેબ નક્કી કરાયા છે જેમાં સેન્ટ મેરી સ્કૂલમાં ધોરણ ૧ થી ૧૨ માં નિયત કરતા લીધેલી વધુ ફી પરત કરવાની કવાયત શરુ કરવામાં આવી છે જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat