Billboard ad 1150*250

GST સોલ્યુશન : જોઈએ છે આઈટીસી જીએસટીમાં તો બીલમાં શું તકેદારી રાખવી ? જાણો વિગતે…

0 89
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મિત્રો જીએસટી આવ્યા પછી સમયાંતરે ઘણા ફેરફારો આવે છે અને હજુ પણ આવતા રહેશે પણ ઘણા વેપારીને (તેના એકાઉન્ટન્ટ) હજુ પણ મૂંઝવણ અનુભવે છે કે આ ફલાણા બીલની આઈટીસી (ક્રેડીટ) મળશે કે નહિ ? આ માટે સરકારે આપેલા છેલ્લામાં છેલ્લા સુધારણા પરથી સમજવાનો પ્રયત્ન કર્યો છે.

  • જયારે કોઈ પણ સપ્લાયર તેનો માલ/સર્વિસ આપે છે કે વહેંચે છે ત્યારે સેક્શન ૩૧ મુજબ તેનું ઇન્વોઇસ હોવું જરૂરી છે. હવે જીએસટીમાં ઇન્વોઇસમાં કઈ વિગતો ફરજીયાતપણે હોવી જોઈએ તે સમજીએ
  • સૌથી પહેલા તમે કોઈ ૯ (૪) વાળી સર્વિસ જે RCM હેઠળ સર્વિસ આવે છે, જેમાં સર્વિસ આપનારને ટેક્સ ભરવાનો નથી પણ જેને તે સર્વિસ લીધી હોય તેને RCM હેઠળ ટેક્સ ભરવો પડે છે તેવા જીએસટી ઇન્વોઇસની ખાત્રી કરી લેવી ઉદાહરણ તરીકે તમે કોઈ એડવોકેટ સર્વિસ લીધી છે તેનું કોઈ બીલ તમને આવ્યું છે તો તેનો ટેક્સ સર્વિસ લેનારને ભરવો પડશે. જે ટેક્સ ભરી તમે પાછો તમારા ચોપડે ક્રેડીટ લઇ શકશો (તમારી ટેક્સની જવાબદારી સામે)
  • શું કોઈ પાર્ટીએ સેક્શન ૩૪ મુજબ કોઈ તમારા નામની ડેબીટ નોટ ઇસ્યુ કરી છે કે કેમ તે પણ તપાસવું.
  • જયારે તમે કોઈ માલ વિદેશમાંથી મંગાવો છો એટલે કે ઈમ્પોર્ટ કરો છો ત્યારે કસ્ટમ એક્ટ ૧૯૬૨ મુજબ બીલ ઓફ એન્ટ્રી ઈશ્યુ કરવામાં આવે છે જેને આઈટીસી માટે મહત્વનું ડોક્યુમેન્ટ ગણાશે અને ફાઈલે રખાશે.
  • જયારે ISD તરફથી કોઈ ઇન્વોઇસ/ થી માલ કે સર્વિસ લો છો ત્યારે તેના તરફથી મળતું ઇન્વોઇસ / ક્રેડીટ નોટ તમારે આઈટીસી માટે ફાઈલે રાખવી પડશે SUB RULE (1) OF RULE 54
  •  હવે જે ઇન્વોઇસની આઈટીસી બાદ જોઈતી હોય તેમાં ઓછામાં ઓછી નીચેની વિગતો હોવી જરૂરી છે  (જીએસટીમાં ચેપ્ટર-૬) મુજબ

૧. GST IN નંબર મોકલનાર/ લેનાર બંનેનો.

૨. નેઈમ ઓફ સ્ટેટ સપ્લાયર સ્ટેટ કોડ અને જગ્યાનું નામ.

3. ટેક્સ ઇન્વોઇસ નંબર અને તારીખ.

Post ad 2

૪. રીવર્સ ચાર્જમાં ટેક્સ ભરવાનો છે. હા કે ના તેનો સ્પષ્ટ ઉલ્લેખ.

૫. ડીસક્રીપ્શન ઓફ ગૂડ્સ ઓર સર્વિસ (જેમાં સાઈઝ, માલનું નામ, માલનો જથ્થો, માલનો એકમ, તથા HSN CODE તેનો વેચાણ રેઈટ વી. તમામ)

૬. અલગથી દર્શાવેલ ડિસ્કાઉન્ટ તથા અલગથી SGST, CGST, IGST (UTGST) ટેક્સની રકમ અલગથી સ્પષ્ટ સ્વરૂપમાં લખેલો હોવી જોઈએ

ઉપરોક્ત વિગતો આઈટીસી લેવા માટે બેઝીક રીતે જરૂરી છે મિત્રો એ બાબતની નોંધ લેશો કે અધુરી વિગતો વાળા આઈટીસી ઇન્વોઇસ ઓડીટ દરમિયાન માન્ય રહેશે નહિ અને તેની આઈટીસી જતી કરવી પડશે.

જીએસટી વિષે તમામ સરળ સમજુતી અને માહિતી માટે સંપર્ક કરો

(PAID SERVICES) વિશાલ એમ જોષી, સેન્ટ્રલ એક્સાઈઝ ક્ષેત્રે ૧૭ વર્ષના અનુભવી.

જીએસટી દ્વારા માન્યતા પ્રાપ્ત કન્સલટન્ટ, ગેસ્ટ હાઉસ રોડ મોરબી

મો નં ૯૮૨૫૯ ૬૨૨૬૯  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat