


કેન્દ્રની ભાજપ શાસિત સરકાર મોરબીના સિરામિક ઉદ્યોગને જીએસટીમાં ૨૮ ટકા સ્લેબમાં સમાવીને અન્યાય કરી રહી છે તેમ જણાવીને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું છે કે સ્વબળે આગળ આવેલા મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો એન્ટી ડમ્પિંગ ડ્યુટી, ટ્રાન્સપોર્ટનગર, રસ્તા અને પાણી જેવી માંગણીઓ માટે સરકારને વારંવાર રજૂઆત છતાં પ્રશ્નોના નિકાલ ના થતા હોવાથી કોર્ટ દ્વારા ન્યાય મેળવવો પડે છે ભૂતકાળમાં સિરામિક ઉદ્યોગના પ્રશ્નો મામલે ૪૫ દિવસ સુધી આંદોલન ચાલ્યું હતું જેની યાદ અપાવીને જીલ્લા કોંગ્રેસ પ્રમુખે ઉમેર્યું છે કે જીએસટીમાં સિરામિક ઉદ્યોગના ૨૮ ટકા સ્લેબ સામે ૧૮ ટકા સ્લેબની વ્યાજબી માંગણી સંતોષવી જોઈએ. સિરામિક ઉદ્યોગ નબળો પડશે તો મોરબીનો વિકાસ રૂંધાઇ જશે. સિરામિક પ્રોડક્ટ કોઈ લક્ઝરી નથી પરંતુ જીવન જરૂરિયાતની ચીજ બની છે જેથી સામાન્ય વપરાશકારો અને ઉદ્યોગના હિતમાં ૧૮ ટકા સ્લેબમાં મોરબીના સિરામિક ઉદ્યોગને સમાવાય તેવી માંગ કરી છે.


