અગરબતીના વેપારીઓ માટે ખુશખબર, જાણો કેટલા ટકા જીએસટી લાગુ પડશે ?

મોરબી ડીસટ્રીકટ અગરબતી મેન્યુ. એન્ડ ટ્રેડર્સ એશો.  દ્વારા અગરબતી ઉદ્યોગને ૧૨ ટકા સ્લેબમાં સમાવવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે એશો. દ્વારા કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું હતું કે અગરબતી ઉદ્યોગ અને વેપાર સાથે જોડાયેલા તમામ વેપારી અને કારીગર સામાન્ય વર્ગના છે જે માત્ર રોજીરોટી મેળવી સકે છે. અગરબતીને જીએસટી કાઉન્સિલ કમિટી દ્વારા ૧૨ ટકા સ્લેબમાં લેવાની જાહેરાત થઈ છે ત્યારે અગરબતી ઉદ્યોગમાં હાલ વેટ ૦ ટકા છે જેથી વેટ ફ્રી રાખવા અથવા જીએસટીમાં ૫ ટકા કરી આપવા ઉદ્યોગ વેપાર વતી માંગ કરવામાં આવી છે. પૂજાની સામગ્રી તરીકે વપરાતી અગરબતીને જીએસટીમાં ઊંચા ૧૨ ટકાના સ્લેબમાં લેતા ઉદ્યોગ પડી ભાંગશે અને આ ઉદ્યોગ અને વેપાર સાથે જોડાયેલા કારીગરો અને વેપારીઓની મુશ્કેલીઓ અનેકગણી વધી જશે. અગરબતીનો ઉપયોગ ધાર્મિક કાર્યમાં થતો હોય છે જે કોઈ મોજશોખની ચીજ વસ્તુ નથી. જેથી પુનઃ વિચારણાની માંગ કરવામાં આવી હતી અને ત્યારબાદ જીએસટી કાઉન્સિલની મળેલી બેઠકમાં આ રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી હતી જેના પગલે અગરબતી ઉદ્યોગને પાંચ ટકા સ્લેબમાં લેવાનો નિર્ણય કરવામાં આવતા અગરબતીના ઉત્પાદકો અને વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. અને સરકારના નિર્ણયને વેપારીઓ આવકારી રહ્યા છે.

 

Comments
Loading...
WhatsApp chat