જીએસટી : નવા સરક્યુલર મુજબ ક્યાં ડોક્યુમેન્ટ વાહનો સાથે આપવા જરૂરી, જાણો વિગતે

જીએસટીમાં તાજેતરમાં આવેલા નવા સરક્યુલર મુજબ વાહન સાથે ક્યાં ડોક્યુમેન્ટ સાથે રાખવા જરૂરી છે અને જો પૂરતા ડોક્યુમેન્ટ ના હોય તો જીએસટી ડીપાર્ટમેન્ટ ક્યાં પગલા લઈ સકે છે તે અંગેની અસમંજસ દુર કરવા નિષ્ણાંતનો અભિપ્રાય અને નિયમોની જાણકારી અહી વાચકો માટે રજુ કરીએ છીએ……

સરક્યુલર નંબર ૬૪-૩૮-૨૦૧૮ જીએસટી તારીખ ૧૪-૦૯-૨૦૧૮ ની માહિતી નીચે મુજબ છે :

• અગાઉના સંદર્ભ સરક્યુલર નં ૪૧-૧૫-૨૦૧૮ જીએસટી તા : ૧૩-૦૪-૧૮ તથા ૪૯-૧૫-૨૦૧૮ જીએસટી તા : ૨૧-૦૬-૧૮ એમેન્ડર્દ
જો કોઈ વાહન રૂ. ૫૦,૦૦૦ (પચાસ હજાર) થી વધુનો માલ તેના વાહનમાં લઈને જઈ રહ્યો છે તો તેને સીજીએસટી એક્ટ રૂલ ૧૩૮ એ સેક્શન ૬૮ મુજબ ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ સાથે હોવા જરૂરી છે
ઇન્વોઇસ-બીલ ઓફ સપ્લાઈ-ડીલેવરી ચલણ- બીલ ઓફ એન્ટ્રી-તથા વેલીડ ઈ વે બીલ.
• ડોક્યુમેન્ટ્સ સાથે ના હોય સાથોસાથ ઈ વે બીલમાં પાર્ટ બી પણ ના ભર્યું હોય તો તેની પર દંડાત્મક કાર્યવાહી થઇ સકે છે (નોંધ : ઈ વે બીલ ૫૦ કિમી ની અંદર બનાવવાની આવશ્યકતા નથી)
જો માલની હેરફેર દરમિયાન તમારી પાસે બીલ ચલણ વગેરે છે પણ વેલીડ જીએસટી નંબર નથી તો તમને સેક્શન ૧૨૯ સીજીએસટી પેનલ્ટી લગાવી શકશે તો ક્યાં સંજોગોમાં અને કેવી રીતે તે પણ સમજીએ
• જો માલ મોકલનાર અથવા રીસીવ કરનાર (રીસીપ્ટ) ના સ્પેલિંગમાં મિસ્ટેક હોઈ પરંતુ જીએસટી નંબર સાચો હોય, જો પીન કોડ નંબર ખોટો લખાયો પરંતુ મોકલનાર-લેનારનું સરનામું સાચું હોઈ, પરંતુ તેની અસર ઈ વે બીલના ટાઈમ લીમીટ પર નહિ થાય જો એચ. એસે. એન કોડ કંઈ મિસ્ટેક હોય પરંતુ આગળના બે ડીઝીટ સાચા હોય તો તેવા કેસમાં સાથે તેના ટેક્સના રેઈટમાં કોઈ ફેરફાર ના હોય તો, જો વ્હીકલ નંબર કંઇ આંગળ પાછળ થઇ ગયું હોય તેવા કેસમાં પણ સેક્શન ૧૨૯ નિયમ મુજબ પેનલ્ટી નહિ લાગે
• પેનલ્ટી કેટલી હોઈ સકે ?
રૂ. ૫૦૦ (સી.જી.એસ.ટી) રૂ. ૫૦૦ (એસ.જી.એસ.ટી) સેક્શન ૧૨૫ સી.જી.એસ.ટી મુજબ દરેક કન્સાઈનમેન્ટ વાઈઝ પ્રોપર ઓફિસર લગાવી શકશે તથા ઓફિસર દર અઠવાડિયાનો ઉપરોક્ત રીપોર્ટીંગ તેની ઉચ્ચ કક્ષાએ કરશે

નોંધ : ઉપરોક્ત સરક્યુલર ફક્ત અભ્યાસ માટે અને સામાન્ય સમજણ માટે જ છે જેની નોંધ લેશો તેવી નમ્ર વિનંતી

જીએસટી અંગે મૂંઝવતા સવાલો માટે વિશાલ એમ. જોષી (GST CONSULTANT) ૯૮૨૫૯ ૬૨૨૬૯ નો સંપર્ક કરવા વાચકોને અનુરોધ કરીએ છીએ સાથે જ વેપાર ઉદ્યોગ માટે અતિ મહત્વની માહિતી અંગે સમજણ આપવા બદલ વિશાલભાઈ જોષીનો “મોરબીન્યુઝ” ટીમ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે

Comments
Loading...
WhatsApp chat