ઉધોગકારોની મુશ્કેલીમાં વધારો, સિરામિકમાં વપરાતા ગેસમાં એક વર્ષમાં ૬ રૂ.નો વધારો

મોરબીના સિરામિક ઉદ્યોગને નોટબંધી, જીએસટીના ઘા હજુ રૂંઘાયા નથી ત્યારે ગુજરાત ગેસ કંપનીએ ધીમી ગતિએ એક વર્ષમાં ૬ રૂ. જેટલો ભાવ વધારી કરવામાં આવતા સિરામિક ઉધોગની કમર તૂટી છે. જો કે સીરામીક ઉધોગકારોને આ ભાવ વધારાનો ડામ હસતા મોઢે સહન કરવાનો વારો આવ્યો છે.

ગુજરાત ગેસ કંપનીની દ્વારા ડિસેમ્બર ૨૦૧૭ માં રૂ. ૨૪.૩૧ પૈસામાં પ્રતિ એસ્ક્યુએમના ભાવે મળતો ઇન્ડસ્ટ્રીયલ પાઇપ લાઈન ગેસ ડિસેમ્બર માસની તારીખ ૨૩ થી ૩૧ ના ગાળામાં રૂ.૨.૪૪ વધારી રૂ.૨૬.૭૫ પૈસાનો ભાવ કરી નાખ્યો ત્યાર બાદ ગુજરાત ગેસ કંપની દ્વારા સતત ભાવ વધારી જૂન માસના પ્રારંભમાં જ પ્રતિ એસ્ક્યુએમ ગેસનો ભાવ રૂ. ૩૦ ને આંબી જાય તેમ રૂ.૨૯.૯૫ કરી નાખ્યા છે.

જો કે છેલ્લા એક જ વર્ષમાં ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપનીએ ૬ રૂ. જેટલો તોતિંગ ભાવ વધારો કર્યો હોવા છતાં ઉદ્યોગકારો મજબૂરી સમજી ઉદ્યોગકારો હાલ તો ગુજરાત ગેસ કંપનીના ભાવ વધારાને હસતા મોઢે સહન કરી રહ્યા છે.તો કેટલાક ઉદ્યોગકારો આવા ભાવવધારાની ચિંતા કરવા કરતાં સસ્તો કોલ ગેસ વાપરવાનું માની રહ્યા છે.

જ્યારે બીજું બાજુ તીવ્ર હરીફાઈ અને ભારે મંદીના માહોલમાં સતત ઘટતાં નફાની વચ્ચે જો આ રીતે જ ગેસના ભાવ વધશે તો સીરામીક ઉદ્યોગના અસ્તિત્વ સામે જ પ્રશ્નાર્થ સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય તો પણ નવાઈ નહીં.

Comments
Loading...
WhatsApp chat