મોરબીના ગોકુલનગરમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વોર્ડના કાઉન્સિલરે કરી પા.પુ.બોર્ડ અને પાલિકાને રજૂઆત

        મોરબીના વોર્ડ નં ૧૧ માં આવેલ ગોકુલનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા હોય અને બેફામ ગંદકી અને દુર્ગંધથી લત્તાવાસીઓ પરેશાન છે ત્યારે વોર્ડના કાઉન્સિલર દ્વારા આ મામલે તંત્રને રજૂઆત કરવામાં આવી છે

        મોરબી નગરપાલિકાના વોર્ડ નં ૧૧ ના કાઉન્સીલર કુસુમબેન કરમશીભાઈ પરમારે ગટર વ્યવસ્થા અને પાણી પુરવઠા બોર્ડ મોરબી તેમજ ચીફ ઓફિસર મોરબીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે તેમના વોર્ડમાં આવતા ગોકુલનગરમાં ભૂગર્ભ ગટર સફાઈના અભાવે ગંદા પાણી રોડ પર જોવા મળે છે આ વિસ્તારના રામજી મંદિર ચોક, ગરબી ચોક અને લાયન્સનગર મેઈન રોડ પર પાણી ભરાયેલ રહે છે હાલ નવરાત્રીમાં ગરબીનું આયોજન થતું હોય છે જેથી આ ગંદકીને પગલે હિન્દુઓની આસ્થાને પણ ઠેંસ પહોંચે છે શાળાએ જતા બાળકો, વૃદ્ધને પણ ગંદા પાણીમાંથી ચાલીને જવું પડે છે જેથી આ અંગે તાકીદે યોગ્ય પગલા ભરીને સમસ્યામાંથી લત્તાવાસીઓને છુટકારો અપાવવા માંગ કરી છે.

Comments
Loading...
WhatsApp chat