

માતાના ઉદરમાં જ બાળકનો વિકાસ શરુ થઇ જતો હોય છે જેને સરળ ભાષામાં ગર્ભ સંસ્કાર કહેવામાં આવે છે ત્યારે મોરબીના આત્રેય ગર્ભસંસ્કરણ કેન્દ્ર દ્વારા મોરબીમાં ગર્ભ સંસ્કાર અંગે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે
આત્રેય ગર્ભ સંસ્કરણ કેન્દ્ર મોરબી દ્વારા તા. ૧૦ ને બુધવારના રોજ સાંજે ૦૪ થી ૦૫ : ૩૦ કલાકે ગર્ભસંસ્કાર કાર્યશાળા કલરવ હોસ્પિટલ ઉપર, મહેશ હોટલ પાસે શનાળા રોડ મોરબી ખાતે યોજાશે જેમાં સોપાન પ્રથમમાં ગર્ભાવસ્થાના ૧ થી ૩ મહિના માં માતાએ શું કરવું, શું ના કરવું જોઈએ તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે ઉત્તમ ગર્ભ સંસ્કાર દ્વારા ઉત્તમ સંતાન પ્રાપ્તિ કરી સકાય છે જેથી રાષ્ટ્ર અને સમાજના ઉત્થાન માટે નિશુલ્ક કાર્યશાળાનું આયોજન આત્રેય ગર્ભસંસ્કરણ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું છે
જે ગર્ભ સંસ્કાર કાર્યશાળાનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે રજીસ્ટ્રેશન કરાવવા માટે વોટ્સએપ નંબર ૯૮૨૫૬ ૨૧૨૧૪ પર પતિ-પત્નીનું નામ, મોબાઈલ નંબર અને કઈ તારીખના સોપાનમાં આવવાનું છે તે લખી મેસેજ કરવા જણાવ્યું છે