લીલાપર રોડ થયેલ હત્યા મામલો : રાજયપાલને પત્ર લખી ન્યાયની માંગણી

મોરબીના લીલાપર રોડ પર ગત તા.૧૩ ના રોજ યુવાનની થયેલ હત્યા મામલે ઇન્ડિયન હ્યુમન રાઈટ્સ એસોસિએશન દ્વારા રાજ્યપાલ પાસે ન્યાયની માંગણી કરી છે.

જેમાં જણાવ્યું છે કે ગત તા.૧૩ ના રોજ લીલાપર રોડ પર રહેતા દશ થી બાર શખ્સો તથા બે-ત્રણ પોલીસ કર્મચારીએ મૃત્યુ પામેલ યુવાન અને તેમના બે સગાભાઈઓને અસહ્ય માર મારેલ હતો અને સમયસર તબીબી સારવાર અર્થે લઇ ગયેલ ન હતા જેના કારણે જયરાજ જીલુભાઈ ગોગરાનામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવની અંદર મોરબી એ ડીવીઝન પોલીસ વિભાગના પોલીસ કર્મચારીઓ પણ સામેલ હોય જેની પાસેથી આ બનાવની તપાસ પરત લઇ યોગ્ય તપાસ એજન્સી જેવી કે સી.આઈ.ડી. ને આપવા માટે માંગ કરી છે જેથી મૃત્યુ પામેલ યુવાનના પરિવારને યોગ્ય ન્યાય મળી રહે તેમજ સમાજમાં પોલીસ વિભાગ પ્રત્યે અસંતોષ ઉભો ન થાય જે મામલે ગુજરાતના રાજયપાલને લેખિતમાં રજૂઆત કરી છે.

Comments
Loading...
WhatsApp chat