Billboard ad 1150*250 Billboard ad 1150*250

શિલ્પ ઓર્ગેનાઈઝેશન દ્વારા હળવદ-માળિયા તાલુકામાં ગ્રીન એન્ડ બ્લુ ગૂડ ડીડસ તાલીમ કાર્યક્રમ યોજાયો

 

ગુજરાત ઇકોલોજી કમીશન ગાંધીનગર અનુદાનિત શિલ્પ ઓર્ગેનાઈઝેશન રતનપર સંચાલિત ગ્રીન એન્ડ બ્લુ ડીડસ જાગૃતિ/તાલીમ કાર્યક્રમ મોરબી જીલ્લાના હળવદ અને માળિયા તાલુકાના રાણેકપર, ઘનશ્યામગઢ, પીપળીયા અને લુંટાવદર ગામ ખાતે યોજવામાં આવ્યો હતો

કાર્યક્રમમાં પ્રદુષણના પ્રકાશ, તેના કારણો, ઘનકચરા નિકાલ અને વ્યવસ્થાપન પદ્ધતિઓ, કચરાનું વિભાજન, ઉર્જા બચત કેવી રીતે કરશો, વૃક્ષો, પાણી બચાવો અને પાણીનું સંરક્ષણ તેમજ દરિયાઈ જીવ સૃષ્ટિનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું વિવિધ વિષય પર સ્લાઈડ શો દ્વારા ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી

બાદમાં ગ્રીન ગૂડ ડીડસ વિષય પર વિડીયો અને સ્લાઈડ દ્વારા ગામ લોકોમાં પર્યાવરણ જાળવણી અંગે સમજ આપી હતી તેમજ સાપસીડી રમત, પ્રશ્નોતરી દ્વારા ગ્રામજનોને વિવિધ સમજ આપવામાં આવી હતી જે કાર્યક્રમમાં ગુજરાત ઇકોલોજી કમીશનના ડો. નિશ્ચલ જોષી, ડો. અંકુર પટેલ, ડો. તારકભાઈ વ્યાસ, સંસ્થાના શિલ્પાબેન, રેણુકાબેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Comments
Loading...
WhatsApp chat