હળવદ દુર્ઘટનામાં ઝડપાયેલ માલિક, સંચાલક સહિતના છ આરોપીના રિમાન્ડ મંજુર

આગામી તા. ૨૭ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપાયા 

 

હળવદના કારખાનામાં દીવાલ ધસી પડતા કામ કરી રહેલા ૧૨ શ્રમિકોના કરુણ મોત મામલે ફરિયાદ નોંધી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ બનાવી તપાસ ચલાવી હતી જેમાં કારખાનાના માલિક, સંચાલક અને સુપરવાઈઝર સહીત છ આરોપીને ઝડપી લીધા બાદ આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા, ૨૭ સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે

 

હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર સોલ્ટ કારખાનામાં દીવાલ ધસી પડતા ૯ શ્રમિકો, ૨ બાળ શ્રમિકો અને ૧ બાળક એમ ૧૨ વ્યક્તિના દુખદ મોત થયા હતા જે બનાવ મામલે આઠ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં આરોપીઓ અફઝલ અલારખા ધોણીયા, દેવો ઉર્ફે વારીસ અલારખા ધોણીયા,  આત્મારામ કિશનરામ ચૌધરી, સંજય ચુનીલાલ ખત્રી, મનોજ રેવાભાઈ સનુરા અને આસિફ નુરમહમદ ઉર્ફે નુરભાઇ સોઢા નુરાભાઇ રહે બધા હળવદ એમ છ આરોપીઓને ઝડપી લીધા બાદ આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૨૭ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે

 

તો હજુ રાજેશકુમાર મહેન્દ્રકુમાર જૈન અને કિશનરામ લાલારામ ચૌધરી રહે બંને રાજસ્થાન વાળાને પકડવાના બાકી હોય જેથી રિમાન્ડ દરમિયાન આરોપીઓની સઘન પૂછપરછ કરાશે અને બાકી રહેલ બે આરોપીને ઝડપી લેવા SIT ની ટીમે વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat