રવાપરમાં હરિહરનગર ૧-૨ માં સીસી રોડ બનાવવા ગ્રાન્ટને મંજુરી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

         મોરબીના રવાપર ગામની બે સોસાયટીમાં સીસી રોડ બનાવવા માટે તાલુકા પંચાયતમાં રજૂઆત કરવામાં આવી હતી અને તાલુકા પંચાયત દ્વારા સીસીરોડના કામને મંજુરી આપવામાં આવી છે

        મોરબીના રવાપર ગ્રામ પંચાયતના સરપંચ રમાબેન સંજયભાઈ અઘારા દ્વારા તાલુકા પંચાયતના સ્વ ભંડોળમાંથી ગામની હરિહરનગર ૧ તેમજ હરિહરનગર ૨ માં સીસી રોડ બનાવવા માટે માંગ કરવામાં આવી હતી અને બંને સોસાયટી માટે ૨-૨ લાખની ગ્રાન્ટ માંગવામાં આવી હોય ત્યારે તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ કોટડીયાના પ્રયાસો અને હકારાત્મક અભિગમને પગલે બંને રોડના કામો માટે ગ્રાન્ટ ફાળવણીને મંજુરી આપવામાં આવી છે અને બંને સોસાયટીમાં ઝડપથી રોડના કામો શરુ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે

Comments
Loading...
WhatsApp chat