મોરબીમાં શ્રી બાવળવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું ભવ્ય આયોજન

મોરબીમાં વસતા જાડેજા પરિવાર દ્વારા શ્રી બાવળવાળી મેલડી માતાજીના નવરંગ મંડપનું ૨૪ કલાકનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

જેમાં મોરબીના ભોયના ડેલા પાસે, અશોકાલય ઢાળ નજીક આવેલ શ્રી બાવળવાળી મેલડી માતાજી મંદિરે માતાજીનો નવરંગ માંડવો યોજાશે જેમાં તા. ૨૭ ને રવિવારે સવારે માંડવાનું થાંભલી મુર્હત, સવારે ૦૯ : ૧૫ કલાકે શ્રી માતાજીનું ફૂલેકું કરાશે તેમજ તા. ૨૮ ને સોમવારે સવારે શુભ ચોઘડિયે માંડવાનું થાંભલી ઉથાપન કરવામાં આવશે જે માંડવામાં પંચના ભુવાશ્રી પધારશે

તે ઉપરાંત ડાક કલાકાર જીતેન્દ્રભાઈ કિશોરભાઈ રાવલદેવ મોરબી અને રાવલદેવ તથા સાજીંદા ગ્રુપના કલાકારો ડાકની જમાવટ કરશે ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા શ્રી બાવળાવાળી મેલડી માતાજી મિત્ર મંડળ મોરબીના કાર્યકરો તેમજ વિસ્તારના રહીશો સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે ધાર્મિક મહોત્સવનો લાભ લેવા આયોજક અનોપસિંહ સજુભા જાડેજાની યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat