મોરબીમાં ઝૂલેલાલ જન્મોત્સવની શનિવારે ધામધૂમથી ઉજવણી

       ધાર્મિક ઉત્સવ સમિતિ અને સમગ્ર સિંધી સમાજના સહયોગથી તા. ૦૬-૦૪-૧૯ ને શનિવારના રોજ શ્રી ઝૂલેલાલ પ્રભુના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે તેમજ શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે

        તા. ૦૬ ને શનિવારે ઝૂલેલાલ જન્મોત્સવ નિમિતે સ્ટેશન રોડ પરના સિંધુ ભવન ખાતે સવારે ૧૧ કલાકે મહાઆરતી, બપોરે ૧૨ : ૩૦ કલાકે મહાપ્રસાદ અને સાંજે ૫ કલાકે શોભાયાત્રા શોભાયાત્રા યોજાશે જે ધાર્મિક મહોત્સવનો સિંધી સમાજના દરેક ભાઈઓ-બહેનોએ લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું છે

Comments
Loading...
WhatsApp chat