ટંકારાની પ્રાથમિક કન્યા શાળામાં ગ્રામ સભાનું આયોજન કરાયું

 

ટંકારામાં  પ્રાથમિક કન્યા શાળા માં ગ્રામ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યત્વે સો ચો વાર ના પ્લોટ  ફાળવવા માટે લાભાર્થીઓ નો ધસારો જોવા મળ્યો હતો.અને ચોમાસાના વરસાદી પાણીનાં નિકાલ કરવા માટે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા પર ગ્રામ જનોએ ભાર મુકયો હતો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને લેખિત જાણ કરી હતી.

ટંકારા ગામે થતી ખનિજ ચોરી રોકવા અને કડક કાર્યવાહી કરવા મામલતદાર, પોલીસ ડીપાર્ટમેન્ટ અને ખાણખનીજ વિભાગને લેખિત જાણ કરવામાં આવી હતી. પિવાના પાણીની વ્યવસ્થા વધુ સુદઢ બને તેની પણ ગ્રામ સભામાં ચર્ચા થઈ હતી. ટંકારા ગામે અત્યાર સુધીમાં રેકર્ડ બ્રેક લોકોની સંખ્યા જોવા મળી હતી. લોકમુખે એક જ ચર્ચા જોવા મળી હતી કે આવી સરસ ગ્રામ સભા અમે કદી જોઈ નથી. ગ્રામજનો એ હોંશભેર ભાગ લીધો હતો. અને પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા.

સરપંચ ગોરધન ખોખાણી એસંતોષ કારક જવાબો રજુ કર્યા હતા. પરંતુ ચાલુ ગ્રામસભાએ વરસાદ શરૂ થતાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી. ગ્રામ સભાનું  સંચાલન તલાટી કમ મંત્રી  મકવાણા અને સરપંચ  ગોરધનભાઇ  ખોખાણી દ્વારા કરાયેલ. ગ્રામસભામાં,ઉપસરપંચ પ્રતિનિધી  હેમંતભાઈ ચાવડા, અરજણભાઈ ઝાંપડા, જિલ્લા પંચાયતનાં સદસ્ય  ભુપતભાઈ ગોધાણી, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ  ભાવિન ભાઈ સેજપાલ, નાયબ જીલ્લા ખેતીવાડી અધિકારી પરસાણીયા  તેમજ ટંકારા ગ્રામ પંચાયતના સદસ્યો અને બહુ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Comments
Loading...
WhatsApp chat