



મોરબી જિલ્લા ના ટીંબડી ગામે ગ્રામપંચાયત દ્વારા ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા ડીડીઓ એસ.એમ. ખટાણા તેમજ ટીડીઓ ની હાજરી વચે ગ્રામસભા યોજાય હતી જેમાં ગ્રામલોકો દ્વારા અનેક પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા હતા મુખ્ય માંગણી ટીંબડી પાટિયા થી ટીંબડી ગામ નો ખખડધજ હાલત માં રોડ છે તે તાત્કાલિક ધોરણે નવા રોડ ની મંજુરી આપવામાં આવે આવા અનેક મુદ્દા ની રજૂઆત કરવા માં આવી હતી
હાજર અધિકારીઓ એ ગામ લોકો ની રજૂઆતો સાંભળી અને તેનું સમય સર નિરાકરણ આવે તે દિશા માં પ્રયત્ન કરસે ગ્રામસભા માં ગામલોકો બહોળી સંખ્યામાં માં હાજાર રહ્યા હતા જેમાં ટીંબડી ગામ ના સરપંચ તેજલ બેન ભરત ભાઈ પાંચીયા ઉપ સરપંચ સંજય ભાઈ જારિયા ટીંબડી ગામ પંચાયત ના તલાટી મંત્રી તેમજ આસાવર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા



