જીપીએસસીની પરીક્ષામાં મોરબીના ઉમેદવારોનું ઉત્કૃષ્ઠ પરિણામ

જિલ્લામાંથી 9 ઉમેદવારો ડેપ્યુટી કલેકટર, મામલતદારની પોસ્ટે મળી બઢતી 

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા વર્ગ 1 અને 2 માટે પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ જાહેર થતા અને મોરબી જિલ્લામાંથી 3 ઉમેદવારો ડેપ્યુટી કલેકટર, 1 ડીવાયએસપી, 2 મામલતદાર, 2 ટીડીઓ અને 1 ઉમેદવારની સિવિલ સપ્લાઇ તરીકે પસંદગી પામ્યા છે. જેમાં ટંકારા તાલુકાના વીરપર મુકામે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા જયસુખ લિખિયા જીએએસ,  સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા આશિષ મિયાત્રા જીએએસ તરીકે પસંદગી પામ્યા છે. ટંકારાના વીરપર મુકામે રહેતા મયૂરકુમાર ભાલોડીયા ટીડીઓ તરીકે પસંદગી પામ્યા છે. જયારે વિવેક બારહટ્ટ મામલતદાર, હળવદના ઈશ્વરનગરમાં રહેતા અને સચિવાલયમાં ફરજ બજાવતા રોહિત અઘારા મામલતદાર, મોરબીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ભરત બસિયા ડીવાયએસપી તરીકે બઢતી મળી છે. તે ઉપરાંત રાજકોટ અને મોરબીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા નિશાંત ફુગસીયાને ટીડીઓ તરીકે અને મોરબીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મેશ્વા પટેલનું સિવિલ સપ્લાઈ તરીકે પસંદગી થઇ છે. જિલ્લાનું ઉત્કૃષ્ઠ પરિણામ આવતા ઉમેદવારોને ઠેર ઠેર શુભેચ્છાઓ મળી રહી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat