મોરબી જીલ્લા મથેક પરીક્ષા કેન્દ્રો આસપાસ પ્રતિબંધક હુકમો…

મોરબી જીલ્લા મથકે ગુજરાત વહીવટી વર્ગ-૧ અનેક પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ કેન્દ્રો મોરબી જીલ્લા મથક વિસ્તારના પરીક્ષા કેન્દ્રોમાં તા.૦૪-૦૬-૨૦૧૭ ના રોજ સવારના ૧૧-૦૦ કલાકથી બપોરના ૧૭-૦૦ સુધી પરીક્ષા લેવાશે. આ પરીક્ષા શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમા કોઈપણ જાતની રૂકાવટ ન આવે અને પરીક્ષામા થતી ગેરરીત અટકે, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી અધીક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.જી.પટેલ પરીક્ષા કેન્દ્રના આસપાસ વિસ્તારની જે-જે શાળાના બિલ્ડીગમાં પરીક્ષા લેવાનાર છે,તે કેન્દ્રોના કમ્પાઉન્ડમાં તેમજ તેની આસપાસના ૧૦૦ મીટર નાં વિસ્તારમાં અનધિકૃત વ્યક્તિઓના એકત્રિત થવા પર, ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા કે લાવવા પર, ચાર કે તેથી વધારે માણસો ના ભેગા થવા તેમજ પરીક્ષાર્થીઓને કેન્દ્રમાં મોબાઈલ રાખવા પર પ્રતિબંધ મુકયો છે.આ હુકમ સ્થાનીક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિ કે વ્યક્તિ સમુહ તેમજ પરીક્ષાકાર્યમા રોકાયેલ તમામ ઓળખપત્ર ધરાવતી વ્યક્તિઓ તેમજ સરકારી કર્મચારીઓ, લગ્નના વરઘોડાને ,સ્મશાનયાત્રાને, ફરજ પરના પોલીસ,એસઆરપી,હોમગાર્ડના અધિકારી તથા જવાનોને લાંગુ પડશે નહી અન્યો સામે હુકમના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવા આવશે.

Comments
Loading...
WhatsApp chat