સરકારની લાલ આંખ / મોબાઈલમાં પ્રી-ઈન્સ્ટોલ એપ્સ ડેટા સુરક્ષા માટે જોખમી! શું જાસૂસી માટે થાય છે તેનો ઉપયોગ?

Smartphone: તમે ઘણી વખત જોયું હશે કે જ્યારે પણ તમે નવો મોબાઈલ ખરીદો છો ત્યારે મોબાઈલ કંપની દ્વારા અમુક એપ્સ ઈન્સ્ટોલ કરીને આપવામાં આવે છે. આ પ્રી-ઇન્સ્ટોલ કરેલી એપ્સ અમુક કામની હોય છે, જ્યારે અમુક એપ્સ લોકો માટે કોઈ કામની નથી હોતી. જો કે, આવી એપ્સ પછીથી અનઇન્સ્ટોલ કરી શકાતી નથી. તે જ સમયે, સરકાર હવે આવી પ્રી-ઇન્સ્ટોલ એપ્સને લઈને કડક થઈ છે.

 

પ્રી-ઇન્સ્ટોલ એપ્સ યુઝર્સના ડેટા માટે સુરક્ષિત નથી

હકીકતમાં, ભારત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તે જ સમયે, ઘણી ચાઇનીઝ કંપનીઓ ભારતમાં મોબાઇલ વેચે છે, જેમાં પ્રી-ઇન્સ્ટોલ એપ્સ વધુ હોય છે. આવી સ્થિતિમાં સરકાર પણ આવી એપ્સને લઈને કડક છે. તાજેતરમાં, રોઇટર્સના એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને એવી માહિતી આપવામાં આવી હતી કે સ્માર્ટફોનમાં પ્રી-ઇન્સ્ટોલ કરેલી એપ્સ યુઝર્સના ડેટા માટે સુરક્ષિત નથી. આ એપ્સનો ઉપયોગ યુઝરના ડેટાની જાસૂસી કરવા માટે પણ થઈ શકે છે. આ કારણસર સરકાર યુઝર્સના ડેટાના દુરુપયોગથી ચિંતિત છે.

 

કંપનીઓ પર કડક પગલાં ભરવાના પ્રયાસો

સરકાર યુઝર્સના ડેટાની સુરક્ષા માટે સતત પગલાં લઈ રહી છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા યુઝર્સના ડેટાની સુરક્ષા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી તેમના ડેટાનો દુરુપયોગ અટકાવી શકાય. આવી સ્થિતિમાં, સરકાર દ્વારા આ પ્રી-ઇન્સ્ટોલ કરેલ એપ્સને લઈને સ્માર્ટફોન કંપનીઓ પર કડક પગલા ભરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 

સરકાર નવા નિયમો લાવવાની તૈયારીમાં

રિપોર્ટ્સ મુજબ, સરકાર દ્વારા નવા નિયમો લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે, જેના કારણે કંપનીઓએ ફોનમાં પહેલાથી ઇન્સ્ટોલ કરેલી એપ્સને ઓછી કરવી પડશે. આ સાથે સરકાર ઓપરેટિંગ સિસ્ટમમાં અપડેટ્સ પર પણ નજર રાખશે. જેના કારણે ઘણી સ્માર્ટફોન કંપનીઓને પણ આંચકો લાગી શકે છે.

Comments
Loading...
WhatsApp chat