



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
ગુજરાત રાજ્યના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે ટંકારા આર્યસમાજની મુલાકાતે પધાર્યા હતા જેમાં સૌ પ્રથમ વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે શીશ ઝુકાવ્યું હતું અને બાદમાં આચાર્ય દેવવ્રતજી પોતાના પત્ની સાથે ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ખાતે પહોંચ્યા હતા જ્યાં રાજ્યપાલે પત્ની સાથે હવન કર્યો હતો
તે ઉપરાંત મહર્ષિ દયાનંદ જન્મભૂમિ સહિતના સ્થળની મુલાકાત લીધી હતી તેમજ આર્ય સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરીને વિવિધ વિષય પર ચર્ચા કરી હતી જેમાં મહર્ષિ દયાનંદ જન્મભૂમીને તીર્થધામ તરીકે વિકસાવવાના મુદો મુખ્ય સ્થાને રહ્યો હતો ટંકારા પધારેલા રાજ્યપાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દેશના ખૂણે ખૂણે ફરીને વેદ અને ધર્મનો પ્રચાર કર્યો છે અને સામાજિક તેમજ રાષ્ટ્રીય ચેતના પેદા કરી હતી યુવાનોને આઝાદીની લડત માટે તૈયાર કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું અને નવા સમાજની રચનામાં તેમનો ફાળો વિશાલ રહ્યો હોવાનું જણાવ્યું હતું
રાજ્યપાલની મુલાકાતે પ્રસંગે મોરબી જીલ્લા કલેકટર આર જે માકડિયા, ડીડીઓ એસ એમ ખટાણા, એસપી ડો. કરનરાજ વાઘેલા, સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા



