સરકારી શિક્ષકોને વધારાની કામગીરીનો ઢસરડો, કાનૂની જંગની તૈયારી

વર્ષમાં કેટલી વધારાની કામગીરી તેની યાદી શિક્ષકે બનાવી

સમગ્ર રાજ્યમાં ફરજ બજાવતા સરકારી પ્રાથમિક શિક્ષકો પાસે શિક્ષણ કાર્ય સિવાય વધારાનો કામગીરીનો બોજ નાખીને મજુરી કરાવાય છે જેનાથી શિક્ષકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે અને આ મામલે હવે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવા તજવીજ આદરી છે

પ્રાથમિક શિક્ષકો પાસેથી સરકાર ઉત્તમ શિક્ષણ ગુણવત્તાની અપેક્ષા રાખે છે ત્યારે બીજી તરફ પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અન્ય વધારાની કામગીરીમાં જોતરવામાં આવે છે જેથી શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની વધારાની કામગીરી બંધ કરાવવામાં આવે તે માટે હવે કાનૂની જંગની તૈયારી કરવામાં આવતી હોવાની માહિતી મળી છે જેમાં શિક્ષકો પાસેથી લેવાતી વધારાની કામગીરી મામલે એક શિક્ષકે આખી યાદી તૈયાર કરી છે જેમાં જીલ્લા પંચાયત કે શિક્ષાન વિભાગ તરફથી મળતા વિવિધ પરિપત્ર નં અને તારીખ સાથે કઈ કઈ કામગીરી લેવામાં આવે તેની યાદી તૈયાર કરી છે

જેમાં વર્ષ દરમિયાન બી એલ ઓ અને બી એલ ઓ સુપરવાઈઝરના ૭૦ દિવસ જેટલું કામ રહે છે તો સરકારી વિવિધ કાર્યક્રમો દરમિયાન એકથી પાંચ દિવસની કામગીરી શિક્ષકો પાસે કરાવાય છે ચાલુ વર્ષમાં જાન્યુઆરીથી ઓક્ટોબર માસ સુધીમાં ૬૭ કામોની યાદી તૈયાર કરી છે જેમાં બીએલઓ અને બીએલઓ સુપરવાઈઝર વર્ષ દરમિયાન ૭૦-૭૦ દિવસની કામગીરી ઉપરાંત અન્ય કાર્યક્રમોનો હિસાબ માંડતા ૧૫૦ થી વધુ દિવસની કામગીરી શિક્ષકો પાસેથી લેવામાં આવે છે જેથી નારાજગી જોવા મળે છે તો આ મામલે કાનૂની જંગની તૈયારી ચાલી રહી છે અને હાઈકોર્ટમાં પીઆઈએલ કરવા સુધીની લડત્ત આપવા શિક્ષક તૈયાર હોય તેવી માહિતી મળી છે

Comments
Loading...
WhatsApp chat