


મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા
લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે ૧–કચ્છ અને ૧૦-રાજકોટ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મોરબી જિલ્લાના ૬૫ – મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગમાં મતદાર જાગૃતિ અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના મતદારોમાં જાગૃતિ આવે અને તેઓ પણ લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે મતદાન અચૂક કરે તે માટેના સંદેશ સાથે જિલ્લાના વિવિધ સ્થળોએ મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં જનરલ હોસ્પિટલ મોરબી ખાતે આંખના વિભાગના ડૉક્ટર્સને ડી.પી.કડીવારે અચૂક મતદાન કરવા માટે શપથ લેવડાવ્યા હતા. જ્યારે મોરબીની એલ. ઈ. કોલેજ ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ભાવિ મતદારોને સિગ્નેચર કેમ્પેઈંગ કરાવવામાં આવ્યું હતુ.