વાંકાનેરમાં ડોક્ટરને માર મારવાની ઘટનાના વિરોધમાં ગોસ્વામી સમાજનું ગૃહમંત્રીને આવેદન

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ભાજપ આગેવાન સામે સખ્ત કાર્યવાહીની માંગ 

        વાંકાનેર સિવિલ હોસ્પિટલના ડોક્ટર પર ભાજપ આગેવાને કરેલ હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને આ બનાવથી ગોસ્વામી સમાજમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે આજે મોરબી આવેલા ગૃહ મંત્રીને આવેદન પાઠવીને કડક કાર્યવાહી ની માંગ કરી છે

        શ્રી મોરબી દશનામ ગોસ્વામી         સમાજ દ્વારા આજે ગૃહ મંત્રીને આવેદન પાઠવીને જણાવ્યું છે કે વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીતુભાઈ સોમાણીએ ડો. જયદીપ ગોસાઈ સાથે બોલાચાલી કરી માર મારી હુમલો કર્યો છે જેથી ગોસ્વામી સમાજની માંગ છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને પ્રજા તો ઠીક પણ અધિકારી પણ સલામત નથી ડો. જયદીપ ગોસાઈને માર મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં પણ સ્પષ્ટત જોઈ સકાય છે જેથી દશનામ ગોસ્વામી સમાજ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને જીતું સોમાણી સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી છે  

Comments
Loading...
WhatsApp chat