Billboard ad 1150*250 Billboard ad 1150*250

ગોપાલક રચનાત્મક સમિતિ (ગોરસ) રાજ્ય કક્ષાની કારોબારી મીટીંગ મળી

શ્રી વડવાળા મંદિર સેરથા ખાતે તાજેતરમાં ગોપાલક રચનાત્મક સમિતિ (ગોરસ) રાજ્ય કક્ષા ની કારોબારી મીટીંગ મળેલ જેમાં રાજ્યના ગોરસના તમામ પ્રમુખો હોદ્દેદારો અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા

કારોબારી મીટીંગમા મોરબી જિલ્લાના પ્રમુખ મનસુખભાઈ રબારી રાજકોટ શહેરના પ્રમુખ અમીતભાઇ રબારી, મોરબી જિલ્લા ગોરસ મહામંત્રી કાથળભાઇ રબારી, મોરબી જિલ્લા ગોરસ કોરોબારી સભ્યો કમલેશભાઈ રબારી તેમજ નવધણભાઇ રબારી હાજર રહ્યા હતા ગુજરાત ગોરસ અધ્યક્ષ જીતુભાઈ રબારીની આગેવાનીમા કારોબારી મીટીંગમા સમાજના સામાજિક શૈક્ષણીક આર્થિક સુધારા થાય તેમજ ગોરસ સમિતિ દ્રારા સ્નેહ મિલન તેમજ મેડિકલ ચેકઅપના કાર્યક્રમોનો ઠરાવ પાસ કરેલ અને ટુક સમયમા ગોરસ સમિતિ દ્રારા આયોજન કરવામા આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat