મોરબી બ્રહ્મસમાજ અગ્રણીની વિદેશ યાત્રા નિમિતે શુભેચ્છા સમારોહ

મોરબી બ્રહ્મસમાજ અગ્રણી ડો. બી.કે. લહેરૂ અને તેમના પત્ની ઉર્મિલાબેન લહેરૂ યુએસએ અને કેનેડાની યાત્રાએ જવાના હોય જે યાત્રા સંદર્ભે તેમણે શુભેચ્છા પાઠવવા સમારોહ યોજવામાં આવશે.

ડો. બી.કે.લહેરૂ અને તેમના પત્ની ઉર્મિલાબેન લહેરૂ તા. ૨૩-૦૭-૧૮ ના રોજ યુએસએ અને કેનેડા પ્રવાસે જવા રવાના થવાના છે જેને શુભકામનાઓ પાઠવવા તા. ૧૫ ને રવિવારે સાંજે ૬ કલાકે પરશુરામધામ, નવલખી રોડ મોરબી ખાતે શુભેચ્છા સમારોહ યોજવામાં આવશે અને સમારોહ બાદ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સારસ્વત મહાસ્થાન મોરબી, પરશુરામ ધામ મોરબી અને સમસ્ત બ્રહ્મસમાજની પાંખ તથા અન્ય સંસ્થાઓના અગ્રણીઓ હાજરી આપશે તેમ બ્રહ્મસમાજ અગ્રણી ભુપતભાઈ પંડ્યાની યાદી જણાવે છે.

Comments
Loading...
WhatsApp chat