Billboard ad 1150*250 Billboard ad 1150*250

ગૂડ ન્યુઝ : મોરબીમાં કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨નું પ્રસ્થાન

રાજ્ય સરકાર જીવ માત્રની ચિંતા કરીને સંવેદનશીલતાથી કાર્યરત છે. જેના ભાગરુપે બીન વારસી કે અક્સ્માતનો ભોગ બનેલા મુંગા પશુ જીવોને ઇજા કે બીમારીમાં તત્કાત સારવાર ઉપલબ્ધ કરાવતી કરૂણા એનીમલ એમ્બુલન્સ-૧૯૬૨નો રાજ્યના ૨૬ જિલ્લાઓમાં ગાંધીનગરથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ પ્રારંભ કરાવ્યો છે

જે અંતર્ગત મોરબી જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે મોરબી જિલ્લા કલેક્ટરના હસ્તે મોરબી જિલ્લા ના બીન વારસી કે અક્સ્માત નો બોગ બનેલા મુંગા પશુ-પક્ષીઓને ઇમરજન્સી સારવાર માટે લીલી ઝડીં ફરકાવી કરૂણા એનીમલ એમ્બુલન્સ-૧૯૬૨ ને પ્રસ્થાન કરાવી હતી.
આ પ્રસંગે અધીક કલેક્ટર કેતન જોષી, તથા પશુપાલન ખાતાના અધિકારીઓ ડો. ભોરણીયા, ડો. એન. જે. કાસુન્દ્રા, ડો. આર, જે. કાવર, ડો. એન.ડી. ભાડજા ઉપસ્થિત રહ્યા હતા.

ડો. કાસુન્દ્રાએ વધુમાં જણાવ્યું હતુ કે આ સેવાનો લાભ મેળવવા જેમ હાલમાં ૧૦૮ની સેવા અમલમાં છે તેજ રીતે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ કોઇપણ નાગરીક પોતાના મોબાઈલ ફોનથી ટોલ-ફ્રી ૧૯૬૨ નંબર ડાયલ કરી શકશે જેનાથી આ કરૂણા એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી જઇને બીન વારસી કે અક્સ્માત નો બોગ બનેલા મુંગા પશુ-પક્ષીઓને નિઃશુલ્ક સારવાર આપશે તેમ જણાવી આ સેવા હાલ મોરબી શહેર વિસ્તારમાં કાર્યરત થશે. જેનો સમય સવારના ૮ થી સાંજના ૮ સુધીનો છે. તેમ મદદનીશ પશુ પાલન નિયામક વિવિધલક્ષી પશુ દવખાના મોરબીની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

Comments
Loading...
WhatsApp chat