Billboard ad 1150*250 Billboard ad 1150*250

ખુશખબર : મોરબીની સિવિલ હોસ્પિટલમાં હિમોફીલીયાની સારવાર શરુ કરાઈ !

સામાજિક કાર્યકરના પ્રયત્નોથી સિવિલમાં સુવિધા ઉપલબ્ધ

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે હિમોફિલિયાના દર્દીઓ માટે જરૂરી ઇન્જેક્શન અને સારવારને રાજ્ય સરકારે મંજુરી આપી છે જેથી હવે દર્દીઓને અન્ય શહેરોમાં ધક્કા નહિ ખાવા પડે અને દર્દીઓને ઈલાજ સહિતની સુવિધા મોરબી સિવિલ હોસ્પિટલમાં જ મળી રહેશે

મોરબીના બીલીયા ગામના રહેવાસી બાબુભાઈ પરમારે હિમોફિલિયાની સારવાર અને ઇન્જેક્શન મોરબીમાં ઉપલબ્ધ ના હોય જેથી દર્દીઓએ રાજકોટ ધક્કા ખાવા પડતા હતા અને વારસાગત થતા રોગ જીવલેણ નીવડે તેમ હોવાથી સામાજિક કાર્યકરે દર્દીઓના હિતમાં રાજ્ય સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી જેને પગલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને આરોગ્ય મંત્રી કુમાર કિશોર કાનાણીએ ટૂંકાગાળામાં મોરબી જીલ્લામા હિમોફીલીયાના દર્દીઓ માટે ગંભીરતા અને સંવેદનશીલતા દાખવીને સારવારને મંજૂરી આપી છે અને ઇન્જેક્શનનો સ્ટોક પણ ઉપલબ્ધ કરાવ્યો છે

જેથી હવે દર્દીઓને ફાયદો મળી રહેશે તો મોરબી સિવિલ હોસ્પિટલના ડો.દુધરેજીયા, ડો.બોરસણીયા, સુરેશભાઈ ભાલોડીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હોય જેથી બાબુભાઈ પરમારે હિમોફિલિયા પરિવાર તરફથી ગુજરાત સરકાર અને હોસ્પિટલના ડોકટરોનો આભાર વ્યક્ત કર્યો છે તેમજ મોરબી જીલ્લામાં હિમોફિલિયા દર્દીઓએ બાબુભાઈ પરમાર ૯૯૦૪૦ ૩૧૨૫૫ નો સંપર્ક કરવા જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat