ગૂડ ન્યુઝ ! રફાળેશ્વર મેળામાં જવા માટે મોરબીથી ચાર સીટી બસો દોડશે

અમાસ નિમિતે પિતૃતર્પણનું છે અનેરું મહત્વ

મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવેલા પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરે અમાસ નિમિતે પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવે છે જે મેળા માટે મોરબી નગરપાલિકા દ્વારા સીટી બસો દોડાવવામાં આવશે

પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરે અમાસ નિમિતે યોજાતા લોકમેળાનો આનંદ લેવા હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે જેને પગલે મોરબી નગરપાલિકા દ્વારા રવિવારે સવારથી ચાર સીટી બસો દોડાવવાનું આયોજન કર્યું છે પાલિકાની ચાર સીટી બસો શહેરમાંથી રફાળેશ્વર મેળાના ગ્રાઉન્ડ સુધી દોડશે અને ૧૦ રૂ જેવું નજીવું ભાડું હોવાથી દરેક વર્ગને વાહનની સુવિધા મળી રહેશે રફાળેશ્વર મંદિરે અમાસ નિમિતે પિતૃતર્પણ માટે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે જેથી મુસાફરોના ઘસારાને ધ્યાને લઈને રેલ્વે વિભાગે એક્સ્ટ્રા ડેમુ ટ્રેનની વ્યવસ્થા કરી છે તો પાલિકાની સીટી બસો પણ મેળામાં દોડશે જેથી મેળાનો આનંદ માણવા જતા લોકોને જલસા પડી જવાના છે

Comments
Loading...
WhatsApp chat