ગોંડલ: મોટા માહિકા અને વાળાધરીમાં પર્યાવરણ વિષયક જન જાગૃતિ ફેલાવતો કાર્યક્રમ યોજાયો  

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર અને આનંદગ્રામ વિકાસ ટ્રસ્ટ તરફથી વિવિધ પર્યાવરણ સંવર્ધનલક્ષી કાર્યક્રમોનુ આયોજન રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના બે ગામો જેમાં,તારીખ :-૧૭/૦૬/૨૦૨૨ ગામ- મોટા માહિકા (પટેલ સમાજવાડી ) સમય -૩:૦૦વાગ્યે તેમજ,તારીખ :-૧૮/૦૬/૨૦૨૨ ગામ- વાળાધરી (ગ્રામપંચાયત) સમય – ૪ વાગ્યે “પર્યાવરણ અનુકુળ જીવનશૈલી ના મુદા પર પર્યાવરણ જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગામના સરપંચ, તલાટી કમમંત્રી, આંગણવાડી વર્કરબેન, અશાવર્કરબેન તેમજ ૩૦૦ થી ૪૦૦ સંખ્યામાં ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને ઉત્સાહભેર બનાવી ભાગ લીધો હતો. જેમાં સૌ પ્રથમ ગ્રામજનો દ્વારા દીપ પ્રાગટ્ય તેમજ મુખ્ય મહેમાનોનું સ્વાગત પુસ્તકો આપી કરવામાં આપ્યું.

આ કાર્યક્રમમાં સૌ ગ્રામજનોને માસ્ક, પેન, નોટ પેડ, પેમ્પલેટ જેવી સરસ મજાની કીટ વિતરણ કરવામાં આવી.ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર દ્વારા બનાવેલ પીપીટીના માધ્યમ દ્વારા “પર્યાવરણને અનુકુળ જીવનશૈલી” પર હર્ષાબેન ડાભી દ્વારા ચર્ચા કરવામાં આવી જેમાં,પર્યાવરણના વિવિધ પાસાઓ જેવા કે રોજીંદા જીવન સાથે સંકળાયેલી બાબતો, વાહનવ્યવહારની યોગ્ય પદ્ધતિ જળ, જંગલ, જમીન, જન, જાનવરઆમવિવિધ મુદાઓને આવરી લઇ ચર્ચા કરવામાં આવી તેમજ પર્યાવરણલક્ષી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બતાવવામાં આવી. હૌસીની રમત, સાપસીડીની રમત રમાડવામાં આવી જેમાં વિજેતા થનારને ઇનામ વિતરણ કરવામાં આવ્યા તેમજ પર્યાવરણના જતન માટે ગ્રામજનોએ પ્રતિજ્ઞા લીધી હતી

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat