Billboard ad 1150*250

એગ્રી કોમોડિટીમાં મંદીઃ સોનું આસમાને પહોંચ્યું

0 93
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ગુજરાત સમગ્ર દેશમાં સારા વરસાદને પગલે એગ્રી કોમોડિટી બજારોમાં મંદીનો માહોલ છવાયો છે. કપાસ, રૂ, એરંડા, ધાણા-જીરૂ સહિતની તમામ કોમોડિટીમાં ભાવ તુટી ગયાં છે. બીજી તરફ સોના-ચાંદીની બજારમાં ભાવ આસમાને પહોંચ્યાં છે અને હજી પણ નવી ઊંચાઈએ પહોંચે તેવી સંભાવનાં છે.

Post ad 2
Post ad 3

ગુજરાતમાં સિઝનનો ૮૦ ટકા ઉપર વરસાદ પડી ગયો છે અને મોટા ભાગનાં ડેમ છલકાય ગયાં છે. આવી સ્થિતિમાં ચાલુ ખરીફ સિઝનમાં તો મબલખ ઉત્પાદન થશે, પરંતુ શિયાળુ પાકો પણ સારા થવાની ધારણાં છે. ચાલુ વર્ષનો વરસાદ છેલ્લા પાંચ વર્ષનો સૌથી સારો વરસાદ કહી શકાય તેમ છે, પરિણામે ખેતી અને ખેડૂતો માટે વર્ષ સુધરી ગયું છે.

આપણે બજારની વાત કરીએ તો રૂનાં ભાવ ખાંડીએ રૂ.૩૦૦૦ જેવા ઘટીને રૂ.૪૩૦૦૦ની અંદર પહોંચી ગયાં છે. જીરૂ રૂ.૧૭૦૦૦ની અંદર છે. ધાણા પણ તુટી ગયાં છે. મગફળીમાં બજારો ડાઉન છે. એરંડાનાં વાવેતર પણ હવે પાછોતરા સારા થાય તેવી ધાણાએ ભાવ રૂ.૫૫૦૦ આસપાસ અથડાય રહ્યાં છે. આગામી દિવસોમાં બજારો હવે મામૂલી ઘટે અથવા તો સ્થિર થવા મથે તેવું લાગી રહ્યું છે.

કાશ્મીરમાં થયેલા ફેરફારને પગલે પાકિસ્તાને ભારત સાથે વેપારો બંધ કરી દેતા જીરૂ, કપાસ, ટમેટા-બટાટા સહિતનાં શાકભાજીનાં નિકાસ વેપારોને અસર પહોંચશે. જોકે ભારત કરતાં પાકિસ્તાનને તેની વધુ અસર થવાની સંભાવનાં જાણકારો વ્યક્ત કરી રહ્યાં છે.

સોના-ચાંદીમાં અવિરત તેજીનો પ્રવાહ ચાલુ છે. સોનું ૩૮૦૦૦ને પાર કર્યાં બાદ હવે રૂ.૪૦૦૦૦ પહોંચશે. વૈશ્વિક સોનું ૧૬૦૦ ડોલર થવાની વાત છે. ચાંદીમાં પણ તેજીનો માહોલ છે અને ભાવ વધીને રૂ.૪૮૦૦૦ સુધી જવાની આગાહીઓ આવી રહી છે. સોનું-ચાંદી બહુ વધ્યું છે અને હજી દિવાળી સુધી વધવાની આગાહીઓ આવી રહી છે.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat