



ખેડુતો માટે અનાજ તથા અન્ય ખેત પેદાશોની સંગ્રહશક્તિમાં વધારો કરવા નવા ગોડાઉનો બનાવવાની યોજના અમલમાં ખેડુતો પોતાની ખેત પેદાશના પુરતા પ્રમાણમાં બજાર ભાવ મળે ત્યા સુધી વૈજ્ઞાનિક ઢબે સંગ્રહ કરવા પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણા સહકારી મંડળીઓ (પેક્સ) મારફત ગોડાઉન સહાય ઉપલબ્ધ કરવામાં આવે છે.
મોરબી જિલ્લામાં સને ૨૦૧૭-૧૮ ના વર્ષ દરમિયાન ઉકત યોજના હેઠળ ૪૪ સહકારી મંડળીઓના ૪૪ લાભાર્થીઓને રૂ.૪૭ લાખની વધુની સહાય અને મંડળીઓને રૂ.૭૮ લાખ જેટલી સહાય મળીને કુલ રૂ.૫૫ લાખની સહાયની સહાય આપવામાં આવી છે આ ઉપરાંત સી.ઓ.પી.-૫ અને ૭ યોજના હેઠળ ૧૦ સહકારી મંડળીઓ ને રૂ.૭ લાખ ૩૨ હજાર જેટલી સહાય અપાયેલ છે. તેમ સહકારી મંડળીઓ, મોરબીના જિલ્લા રજીસ્ટ્રારએ જણાવ્યું છે.



