


સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોરબીમાં લાઈબ્રેરીનો આજથી પ્રારંભ થશે મોરબીના સામાકાંઠે આવેલી આર્ટસ કોલેજમાં વિદ્યાર્થીઓ વિનામૂલ્યે લાઈબ્રેરીનો લાભ લઇ શકશે.
સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટસ કોલેજ ખાતે આજે તા. ૦૨ ના રોજ લાઈબ્રેરી સુવિધા શરુ કરવામાં આવશે જેમાં UPSC, GPSC પરીક્ષાની વર્ગ એક કે બે ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ કોલેજમાં વિનામૂલ્યે લાઈબ્રેરીનો લાભ લઇ શકશે. કોઈપણ ફેકલ્ટીમાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પણ સુવિધાનો લાભ લઇ શકશે તેમ કોલેજની યાદીમાં જણાવ્યું છે.

