



હિન્દુઓના સૌથી મોટા તહેવાર એવું દિવાળીનું પર્વ નજીક છે ત્યારે ગરીબોના હિત માટે કાર્ય કરતી રોબીનહૂડ આર્મી દ્વારા અનોખું અભિયાન શરુ કરવામાં આવ્યું છે જેમાં એક એક મુઠ્ઠી અનાજ એકત્ર કરીને ગરીબો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
રોબીન હૂડ આર્મી મોરબી અનાજનો બગાડ અટકાવવા અને બચેલું અનાજ ગરીબોના મુખ સુધી પહોંચાડવાનો સેવાયજ્ઞ ચલાવે છે જેમાં યુવાનો લગ્ન પ્રસંગોમાં બચેલું અનાજ ત્યાંથી એકત્ર કરીને ગરીબો સુધી પહોંચાડે છે તો દિવાળી એટલે પ્રકાશનું પર્વ અને ખુશીઓનો તહેવાર કહેવાય છે ત્યારે ખુશીઓ વહેંચવા માટે અનોખા અભિયાનનો પ્રારંભ કર્યો છે
જેમાં રોબીનહૂડ આર્મી દ્વારા એક મુઠ્ઠી અનાજ આપી દિવાળી પર કોઈની ખુશીનું કારણ બનીએ અભિયાન ચલાવે છે જેમાં લોકોને એક મુઠ્ઠી અનાજ આપવા અપીલ કરવામાં આવી છે જે જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવશે જે અનાજ આપવા માટે યોગેશભાઈ ઠોરીયા મારૂતિનગર, શ્રવણ સેતુ એપાર્ટમેન્ટ પાસે, રવાપર રોડ મોરબી, એસ એલ રાજા મેગા બ્યુટી ઝોન ઉમિયા સર્કલ પાસે શનાળા રોડ અને સોલંકી જેસિંગભાઈ પરશુરામ પોટરી ક્વાર્ટર સામાકાંઠે સ્વીકારવામાં આવશે અથવા તો નાગરિકો મોબાઈલ નં ૭૦૧૬૧ ૬૨૧૨૧, ૯૯૯૮૭ ૮૩૮૦૪ અને ૭૩૫૯૯ ૬૮૧૨૩ પર સંપર્ક કરવાથી રોબીનહૂડ આર્મીના યુવાનો અનાજ કલેકટ કરી જશે તેમજ રોકડ અનુદાન સ્વીકાર્ય નથી તો સેવાકાર્યમાં મોરબીવાસીઓએ જોડાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે



