

વાંકાનેરના પંચાસીયા ગામે સર્પદંશથી પાંચ વર્ષની બાળકીનું મોત થયાની ઘટના સામે આવી છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ મધ્યપ્રદેશની રહેવાસી અને હાલ વાંકાનેર પંચાસીયા ગામની સીમ સોયબભાઈ માથકીયાની વાડીમાં રહેતી પાંચ વર્ષીય સુહોનીબેન જયંતીભાઈ ફાંકલીયા નામની બાળકીને સાપ કરડતા તેનું મોત નીપજયું હતું. આ અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.