મોરબીની રાજપર તાલુકા શાળામાં ૩૦૦ વિદ્યાર્થીઓને લેશન ડાયરીની ભેટ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શિક્ષણનું દાન સૌથી મોટું દાન છે વળી ભારતીય શાસ્ત્રોમાં ગુપ્ત દાનનો મહિમા વર્ણવ્યો છે એક હાથે આપો તો બીજા હાથને ખબર ના પડે તે રીતે દાન કરવાનો મહિમા છે ત્યારે મોરબીમાં આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં શાળાના ૩૦૦ વિદ્યાર્થીઓને અનામી દાતાએ લેશન ડાયરી ભેટ આપી હતી

        મોરબી તાલુકાના રાજપર ગામની રાજપર તાલુકા શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૧ થી ૮ ના ૩૦૦ વિદ્યાર્થીઓને લેશન ડાયરીની ભેટ આપવામાં આવી હતી જોકે આ ભેટ અનામી દાતા દ્વારા આપવામાં આવી હતી આજે પ્રસિદ્ધીના યુગમાં લોકો નાના કાર્યને પણ મોટું કરીને રજુ કરતા હોય છે ત્યારે અનામી દાતાએ ગુપ્ત દાન કરીને પ્રેરણા પૂરી પાડી છે ત્યારે રાજપર તાલુકા શાળા પર્રીવારે અનામી દાતાને અભિનંદન પાઠવ્યા છે

Comments
Loading...
WhatsApp chat