


મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેવામાં હાલ આટલી ગરમીમાં જે ટ્રાફિક પોલીસ કર્મીઓ પોતાની ફરજ અને નિષ્ઠા બજાવી રહ્યા છે તેઓને મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા એક મહિના માટે એનર્જી ડ્રીંક(લીંબુ શરબત/શેરડી નો રસ) પૂરું પાડવામાં આવ્યું હતું.
મોરબીમાં સ્વાગત ચોકડી, રામ ચોક ચોકડી, ચિંતામણી ચાર રસ્તા ચોકડી અને નગર દરવાજા સુધી 20 જેટલા પોલીસ કર્મીઓને આ એનર્જી પૂરું પાડવામાં આવેલ.. રાત દિવસ નિષ્ઠાપૂર્વક કામ કરતા આ પોલીસ કર્મીઓને મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા